સુણો સખી દિલમાં ધારી, વદુ મુજ વેદના ભારી. ૧/૧

પદ – ૧૦૨ ……………………૧/૧

શ્રી કૃષ્ણનારાયણના વિયોગ વિષે.

(રાગ ગજલ)

“દશા આ શી થઇ મારી, કરમની છે ગતિ ન્યારી “ એ રાગ પ્રમાણે.

સુણો સખી દિલમાં ધારી, વદુ મુજ વેદના ભારી. સુણો સખી. (ટેક)

અલબેલો સુખ આપતા, નવાં નવાં બહુ નિત્ય;

એ સંભારી આ સમે, ચર ચર દાઝે ચિત્ત.

ગયા દઇ ઘા ઉરેકારી; મતિ મુઝાય છે મારી. સુણો સખી. (૧)

વિરહ તણી આ વેદના, સર્પના ડંશ સમાન ;

ઝેર ચઢ્યાથી ઝૂરીએ , ભૂલી સઘળુ ભાન;

વહે દૃગ બેઉમાં વારી; કહું કેને હું પોકારી. સુણો સખી. (૨)

વિરહ રોગ મુજને વધ્યો, હરિ મલવાની હોંશ.

આજ્ઞા તજી જવાય નહીં, છેટા છે ત્રણ કોશ.

થયો અતિ જીવ આજારી; લેતા નથી નાથ ઉગારી. સુણો સખી. (૩)

વૃંદાવનની કુંજમાં, રમાડતા બહુ રાસ;

તે આ ટાણે કઠણ થઇ, કરે અધિક ઉદાસ.

ઝૂરુ દિન રાત સંભારી; વળે શું ? દુઃખ ઉચ્ચારી સુણો સખી. (૪)

પરને વશ મન જેહનું, શો? એનો વિશ્વાસ;

વિશ્વવિહારીલાલજી, દે છે અમને ત્રાસ.

નથી ઉગર્યા તણી વારી; કહું શું? દુઃખ વિસ્તારી. સુણો સખી. (૫)

______________________________________________

અરિની= શત્રુની = અંતર શત્રુની.

મૂળ પદ

સુણો સખી દિલમાં ધારી, વદુ મુજ વેદના ભારી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી