પદ – ૧૦૪ …………………….૧/૨
( રાગ ગરબી ) સામેરી.
“ ઓધા વ્રજના પ્રાણ આધાર, મોહન વનમાળી રે;”
“ અમને છેલછબીલાજીને સંગ, રાખે તેમ રહેજો રે “
ઓધા . એ રાગ પ્રમાણે.
હાંરે ! જાણ્યા જાણ્યા રે ધૂતારાના ઢંગ, ઉદ્ધવ જઇ કહેજો રે;
હાંરે ! બન્યા કપટી એ કુબજાને સંગ, રાખે તેમ રહેજો રે. (ટેક)
ભોળી અમે સૌ ભામની રે, સ્વારથિયા જ્દુનાથ;
સ્વારથ સુધી સગાઇ છે; પછી ત્યાગે એ સહુનો સાથ. ઉદ્ધવ. (૧)
ઘડી ઘડી પળ પલ વિષે રે, જુદા જુદા છે રંગઃ
કટકો કાગળ મેલતાં, એને આવી આળસ અંગ. ઉદ્ધવ. (૨)
મીઠું મીઠું મુખ કહે રે, ઘાટ ઘણી ઘટમાંય;
આવે ભરોંસો ન અંતરે, જે એહ પધારે આંય. ઉદ્ધવ. (૩)
( ****)થકી તો અમ તણીરે, સો ઘણી દ્રઢતા અપાર;
( ***) ભાવે કરી, અમે કિધા એક ભરતાર. ઉદ્ધવ. (૪)
માશીને મારી મામાને માર્યો, એવા છે નિર્દય એહ;
એ અબળાને પાળશે, અમને આવે એમાં સંદેહ. ઉદ્ધવ. (૫)
મોટા ઘણા છે માવજી, પણ ચોક્કસ ન મળે ચિત્ત;
વારે વારે શું ? બોલિયે, એની પિતળ જેવી પ્રીત. ઉદ્ધવ. (૬)
વા'લા અમે વિશ્વમાં રે, અન્યની કરિયે ન આશ;
પણ વિશ્વવિહારીલાલજીનો , ઓધા આવે કેમ વિશ્વાસ. ઉદ્ધવ. (૭)
____________________________________________
માશી= પુતના માશી, મામાને = કંસ મામાને