સજની શ્રીજી તજી અમને ગયા રે, ૧/૧

પદ – ૧૦૬................૧/૧

શ્રીજી મહારાજના વિયોગ વિષે.

“ ડુબી દુઃખતણા દરિયાવમારે, “ અથવા “ ઉદ્ધવ અમને હરિ બહુ

સાંભરે રે “ એ રાગ પ્રમાણે.

સજની શ્રીજી તજી અમને ગયા રે,

રજની દિન કરીએ પોકારજો; સજની. (ટેક)

(ગદ્ય) હતી અમને આશ, મળશે શ્રી અવિનાશ,

ખોટો દઇ વિશ્વાસ, ગયા કરીને ઉદાસ.

સજની મથુરાંમાં વસે માવજી રે;

એથી દુઃખનો વાર ન પારજો. સજની. (૧)

(ગદ્ય) એના પેટ તણાં પરપંચ, અમને ખબર ન રંચ

કપટ કરીને આમ, તજી ગયા ઘનશામ.

અમને નોધારા મૂકી ગયા રે;

આંસુ ચોમાસુ ચોધાર જો. સજની. (૨)

(ગદ્ય) સિંહ ચરે નહીં ઘાસ, કદી પડે સો ઉપવાસ;

ધરતિ તજે નહીં શેષ, કદી આવે દુઃખ અશેષ.

દ્રઢતા એવી ધરી હરિને વિષે રે;

રટીયે રસના વારંવાર જો. સજની (૩)

(ગદ્ય) મળશે જ્યારે નાથ, મેલી માથે હાથ,

ત્યારે થાશુ સનાથ, રહીને હરિ સંગાથ.

ભગવત સુતના સ્વામીને ભેટશું રે,

થાશે ઉરમાં ત્યારે કરાર જો. સજની. (૪)

મૂળ પદ

સજની શ્રીજી તજી અમને ગયા રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી