પ્રેમે પૂજું પ્રભુ પ્યારા, ચારુ ચરન તમારા; ૧/૧

પદ ૧૦૭ …………….૧/૧

શ્રીજી મહારાજમાં અનન્ય ભક્તિ વિષે.

“જા જા દુરાચારી “ એ રાગ પ્રમાણે.

પ્રેમે પૂજું પ્રભુ પ્યારા, ચારુ ચરન તમારા;

ક્ષણ કરું નહીં ન્યારા, મુજ આંખડલીના તારા. પ્રેમે પૂજું. (ટેક)

મુજ પ્રાણના આધાર, મુજ હૈડાતણા હાર;

મુજ નેણ શણગાર, મુને સુખના દેનાર.

રાતદી સંભારું પ્રેમવતીના કુમારને;

તુચ્છ ગણુ તમ સારું માયિક સંસારને. પ્રેમે પૂજું. (૧)

દેહ ગેહનો સનેહ, તોડ્યો તમ સારું તેહ;

અતિ જોરે કરી જેહ, આપે અપમૃત્યુ એહ.

સાચા સગા જાણ્યા એક અનૂપમ આપને;

પરહર્યા પાખંડિ પ્રપંચના પ્રતાપને. પ્રેમે પૂજું. (૨)

જેમ શેકેલ જે અન્ન, તેનુ ભાવશે ભોજન;

પણ વાવે કોઇ દન ઉગે નહીં એક કણ.

તેમ વાસનાઓ કરી દૂર સ્મરું સુખકારીને;

વિશ્વનાવિહારી અવતારી અધિકારીને. પ્રેમે પૂજું. (૩)

મૂળ પદ

પ્રેમે પૂજું પ્રભુ પ્યારા, ચારુ ચરન તમારા;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી