પ્રભુજી સાંભળો અરજી એક મારી રે; ૧/૧

પદ- ૧૦૮ …………….૧/૧

પરમેશ્વરને આંટીથી અરજી પૂછવા વિષે.

(રાગ દક્ષિણી લાવણી)

પ્રભુજી સાંભળો અરજી એક મારી રે;

પ્રીતમ પ્રાણ, સુખની ખાણ, છો સુજાણ, જગત ભાણ,

કહું છું આજ પોકારી રે. પ્રભુજી સાંભળો.(ટેક)

આપની આગળે વેશ ધર્યા મેં અનેક રે;

નટ સમાન, થઇ નિદાન, ધરીને વેશ, આવ્યો હમેશ,

વા'લાજી જુઓ વિચારી રે. પ્રભુજી. (૧)

પોશગને ધરી જુના ઉતાર્યા રે;

અનેક, ધરીને ટેક, આણી વિવેક, કર્યા પ્રત્યેક,

જુદા જુદા સુધારી રે. પ્રભુજી. (૨)

કંઇક ખેલતો ઉંધે માથે રહ્યાના રે,

જે નવમાસ, ગરભવાસ, માં પ્રયાસ, કર્યો મેં ખાસ,

રીઝવવા મોરારી રે. પ્રભુજી. (૩)

વાણી વિચિત્રના કંઇ પોશાગ વિચિત્ર રે;

તોતળા બોલ, બોલ્યો અમોલ, ઉત્તમ અંગ, કંઇ પ્રસંગ ,

ખેલો કર્યા ભારી ભારી રે. પ્રભુજી (૪)

વિશ્વરૂપી જુઓ આ રંગ ભૂમિ વિશાળ રે;

ઋતુઓ ભિન્ન, પડદા નવિન્ન, ચર અચર, પાત્ર નિડર,

સુત્રધાર સુખકારી રે. પ્રભુજી. (૫)

મુજ પ્રયત્નથી આપ રાજી થયા અપાર રે;

તો નિજ પાસ, ધરીને આશ, ઇચ્છું નિવાસ, થઇને દાસ;

આપો એ કરુણાકારી રે. પ્રભુજી. (૬)

વિશ્વવિહારીજી જો ન રીઝ્યા હો આપ રે;

તો કહો એમ, ધરીને પ્રેમ, ફરીથી વેશ, નહીં લાવીશ,

એ પણ મંગલકારી રે. પ્રભુજી. (૭)

------------------------------------------------------------------------

પ્રશ્નની આંટી=જો મારા ખેલથી રાજી થયા હો તો મોક્ષ આપો

ને ખુશી ન થયા હો તો કહો કે હવેથી વિશ્વરંગ ભૂમીમાં વેશ ન

લાવીશ.

મૂળ પદ

પ્રભુજી સાંભળો અરજી એક મારી રે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી