ગરવ નથી ગમતો હરિને, ગરવ નથી ગમતો;૨/૨

 પદ ૧૧૫ …………………૨/૨

ગર્વ નિષેધ વિષે
 
ગરવ નથી ગમતો હરિને, ગરવ નથી ગમતો;વિવેકે ઉર જો તું વિચારી, ગરવ નથી ગમતો.  (ટેક)
નીચું કાંધ કરી સાધુને, કદી નથી નમતો;ભુંડાઇનો ભાર ભરી શિર, ભવમાંહિ ભમતો. ગરવ.  (૧)
હીરણ્યકશિપુ ગરવ ધરીને, દેવને નિત્ય દમતો;નરસિંહરૂપે પ્રગટ થઇ કર્યો રણમાંહિ રમતો. ગરવ  (૨)
રાવણ રૉબ કરીને ધરતો, ઉરમાં ઉજમતો;રામ થઇ તેની કરી નાથે, વેળા વિશમતો. ગરવ.  (૩)
કંસ તથા શિશુપાળ તે કરતા, ગરવ ધરી ગમતો;કૃષ્ણરૂપે થઇ કાઢ્યો અસૂરનો અધિકો ઉદ્યમતો. ગરવ  (૪)
ગરવ કરો નહીં કોય કદી એમ, ઉચ્ચરે આગમ તો;રઘુવીરસુત સુત શ્રીહરિ શરણે, વિનયથી વિરમતો. ગરવ.  (૫)

મૂળ પદ

કારજ શુભ કરવા રે, અમારા કારજ શુભ કરવા;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી