મોહન મારે મંદિર આવો રે, ચટક ચટક હે ! ચતુરવર ચાલી ૧/૧

પદ – ૧૧૬ ……………….૧/૧

હૃદયરૂપી મંદિરમાં શ્રીજીમહારાજને પધરાવવા વિષે.

( રાગ ખમાચ )

“સજન મુખડા બતલાજા રે” એ રાગ પ્રમાણે

મોહન મારે મંદિર આવો રે,

ચટક ચટક હે ! ચતુરવર ચાલી

આનંદ ઉપજાવો રે, મોહન મારે મંદિર આવો રે. (ટેક)

મનમોહન મન મહેર વધારી ;

પરમ સ્નેહ મુજ મહોલે પધારી.

ગુણસાગર ગિરધારજી હો,

તન તાપ બુજાવો રે. મોહન. (૧)

આંગણિયે આવી અલબેલા,

નૌતમ સુખા આપો રંગછેલા.

મધુરે મધુરે વચને મુજને,

બહુનામી બોલાવો રે મોહન (૨)

વિશ્વપતિ છો અધિક વિલાસી,

જાણી મુજને એકાંતિક દાસી;

મરમ વચન મુખથી બોલી

હેતેથી હસાવોરે મોહન (૩)

હેતે હરિવર હાર પહેરાવું

ગુણ ગોવિંદ તમારા ગાઉં,

ફૂલ તોરા પ્રભુ પાઘ વિષે

લેઇને લટકાવો રે. મોહન. (૪)

ભગવત સુતને આનંદ દાતા,

રાજીવ લોચન છો રસરાતા;

નિત્ય નિત્ય નેહ નવલ મુજને

જીવણજી જણાવો રે, મોહન. (૫)

મૂળ પદ

મોહન મારે મંદિર આવો રે, ચટક ચટક હે ! ચતુરવર ચાલી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી