શુધ લેજો શામ અમારી, પુરુષોત્તમ મોહલે પધારી; ૧/૧

પદ- ૧૧૭ ………………..૧/૧

શ્રીજી મહારાજની પ્રાર્થના વિષે

( રાગ જંગલી , ઝીંઝોટીની ઠુમરી)

“ બે દરદી યાર કનૈયા, ગયો છાંડકે નિર્દૈયાં” એ રાગ પ્રમાણે.

શુધ લેજો શામ અમારી,

પુરુષોત્તમ મોહલે પધારી; શુધ લેજો (ટેક)

પ્રભુ જનની તનની મનની,

આ અરજી છે નિશ દનની;

સુખસદન ઘનશામ તમે છો,

વા'લા જીવન દોરી ગિરધારી. શુધ લેજો (૧)

દુઃખ જાણી પ્રેમ પ્રમાણી,

સ્નેહે આવો સારંગપાણી ;

જો તજી જાશો (તો) કપટી કે'વાશો. શુધ લેજો (૨)

વનમાળી ભાળી મરમાળી,

તવ વાણીથી ભ્રમણા ટાળી;

એ મુખ દેખું સુખ હું લેખું ,

છે અમને આશ તમારી. શુધ લેજો (૩)

સુખદાત��� ત્રાતા ગણાતા,

છો કમળાવર રસરાતા;

છેલછબીલા રૂડા રંગીલા,

આવો વેગથી વિશ્વવિહારી. શુધ લેજો (૪)

મૂળ પદ

શુધ લેજો શામ અમારી, પુરુષોત્તમ મોહલે પધારી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી