જોઇને નિત્ય જીવું જીવન મારા રે જોઇને;૨/૨

પદ -૧૧૯ ………………૨/૨

જોઇને નિત્ય જીવું જીવન મારા રે જોઇને; (ટેક)

ચાલ તમારી નિરખી લજવાયા;

હાથી ને હંસ બીચારા. જોઇને. (૧)

મરમાળી છબી નાથ નિહાળી;

ઉઠે છે પ્રેમ ફુઆરા. જોઇને. (૨)

ચટક રંગીલી શિર પાઘ પેચાળી;

નેણાં છે કામણગારા. જોઇને. (૩)

હસતા હસતા મંદિર આવો;

અમૃતરસ ઝરનારા. જોઇને. (૪)

વદનકમળ વાલા નિત્ય નિરખાવો;

અલબેલા આંખના તારા. જોઇને. (૫)

ભગવતસુત ઘનશામની સાથે;

પરવશ પ્રાણ અમારા. જોઇને. (૬)

મૂળ પદ

નેણામાં નિત્ય રાખું, નંદદુલારા રે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી