મારા પ્રાણજીવન ઘનશામ રે, વા’લા વહેલા આવજો. ૧/૧

પદ -૧૨૦ ………………….૧/૧

(રાગ ત્રિવિક્રમનો માઢ)

“ મારે નિરમળા પ્રાણની પ્યારી , ” એ રાગ પ્રમાણે.

મારા પ્રાણજીવન ઘનશામ રે, વા'લા વહેલા આવજો. (ટેક)

ભક્તિ ધરમના પુત્ર તમારી, અરજ કરું આવાર;

નેણાં થકી ક્ષણું દૂર ન મેલું, નેણાં તણા શણગાર.

હાંરે પ્યારા પ્રેમ આણીને મારા પ્રીતમ પધારો. મારા. (૧)

કૌરવ પાંડવની સભામાં, બહુનામી બળવીર;

ગરૂડ ઉપર ગોવિંદ ચઢીને, પૂર્યા પંચાળીના ચીર.

હાંરે વા'લા એવી રીતે તમે આજ પધારો. મારા. (૨)

વદનકમળ વા'લા જોઇ તમારું, ઉપજે સુખ અપાર;

મનના મનોરથ પૂરા કરવા, આવોજી ધરમકુમાર.

હાંરે અતિ પ્રેમ ધરીને વા'લા વિનતી કરું છું. મારા. (૩)

ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો પ્યારા, સંત તણા શિરતાજ

આજ પધારો રાજ રસિલા, ગોવિંદ ગરીબનિવાજ.

હાંરે વા'લા દીનબંધુ છો, દીનાનાથ દયાળુ. મારા. (૪)

ભગવતસુતના શામ સલૂણા, કમળાનાથ કૃપાળ;

અનંત કોટી બ્રાહ્માંડ તણા છો, રસિયાજી રખવાળ.

હાંરે વા'લા પ્રેમ ધરીને, નિત્ય ક્ષેમ કરોજી. મારા. (૫)

__________________________

મૂળ પદ

મારા પ્રાણજીવન ઘનશામ રે, વા’લા વહેલા આવજો.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી