ઉદ્ધવજી માધવને કહેજો, અરજી આ એકાંત જઇ રે; ૧/૧

પદ -૧૨૧ ……………….૧/૧

શ્રીકૃષ્ણ નારાયણ વિષે. (રાગ પૂરવી)
“હમકુ છાંડ ચલે બન માધો, રાધા શોચ કરે બનમેં રે;” એ રાગ પ્રમાણે.
ઉદ્ધવજી માધવને કહેજો, અરજી આ એકાંત જઇ રે; ઉદ્ધવજી.           (ટેક)
પ્રાણનાથજી વહેલા પધારો, હે ! ઘનશામ હવે ઘણી થઇ રે;
ત્રિભુવનનાથ તમારા વિયોગે, વિરહ વ્યથા નહીં જાય સહી રે;         ઉદ્ધવજી. (૧)
જળ સઘળું જો જાઇ સુકાઇ; મચ્છ જુઓ જેમ પ્રાણ તજે રે;
તેમ જશે મુજ પ્રાણ પછીથી, ભાવથી આપને કોણ ભજે રે.              ઉદ્ધવજી. (૨)
મોરને રટના જેમ મેઘની, જેમ કોયલને વસંતઋતુ રે;
રાત દિવસ તેમ રટના લાગી, આપ વિના નથી સુખ થતું રે.           ઉદ્ધવજી. (૩)
મળવાનું તમે વચન દીધેલું, વા'લા કેમ તે વિસરી ગયા રે;
કમળાનાથ કેમ કઠણ થયા છો, દીનબંધુ દિલ ધારો દયા રે.           ઉદ્ધવજી. (૪)
જળરે વિના જેમ કમળ સુકાયે, ચંદ્ર વિના છે ચકોર દુઃખી રે;
ધર્મકુંવર તવ દરશન વિના, સેવક કહો કેમ થાય સુખી રે.             ઉદ્ધવજી. (૫)
અવગુણને ગુણ અળગા ત્યાગી, જીવન જીવ તણી જાણી રે;
રઘુવીર સુત સુત કહે કર જોડી, સુધ લેજો સારંગપાણી.                ઉદ્ધવજી. (૬)
 

મૂળ પદ

ઉદ્ધવજી માધવને કહેજો, અરજી આ એકાંત જઇ રે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી