વા’લા વિનતી વાંચીને વહેલા આવો, ૧/૧

પદ – ૧૩૦ ……………….૧/૧

(રાગ વણજારો)

વા'લા વિનતી વાંચીને વહેલા આવો,

મારા તનના તાપ બુઝાવો; (ટેક)

છો વિશ્વસકળના ત્રાતા, તમે શામસુંદર સુખદાતા રે;

આવી મંદિર મુજને બોલાવો. મારા. (૧)

મારે એક આધાર તમારો, માટે વાલમ મનમાં વિચારો;

દુઃખ દારિદ્ર આવી દબાવો. મારા. (૨)

દેવ દિલમાં થઇને દયાળ, લીધી સીતાની તમે સંભાલ રે;

ધર્મપુત્ર એવી રીતે ધાઓ રે. મારા. (૩)

દ્રૌપદીની સભામાં રાખી લાજ, પૂર્યા વસ્ત્ર તમે મહારાજ રે;

એમ આપદાથી મૂકાવો. મારા. (૪)

પાંડવોએ જો તમને સંભાર્યા, લાક્ષાગ્રહથી વળતા ઉગાર્યા રે;

એમ આજ આ તાપ ઓલાવો. મારા. (૫)

ભગવત સુતના સુખકંદ, જય જય જય સહજાનંદ રે;

હરિ આવીને આજ હસાવો. મારા. (૬)

મૂળ પદ

વા’લા વિનતી વાંચીને વહેલા આવો,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી