પ્રીતમ પ્યારા આવી પધારો, સ્નેહ ધરીને વિનતી સ્વીકારો. ૧/૧

પદ- ૧૨૩ ………………….૧/૧

શ્રીજી મહારાજની પ્રાર્થના વિષે.

(રાગ સિંહાનો કનડો)

પ્રીતમ પ્યારા આવી પધારો,

સ્નેહ ધરીને વિનતી સ્વીકારો. પ્રીતમ. (ટેક)

વિશ્વવિલાસી છો સુખરાશી,

ત્રિકમ મુજને ગણી તમારો . પ્રીતમ (૧)

પરમેશ્વર સરવેશ્વર સ્વામી,

અતિ દુઃખમાંથી આજ ઉગારો. પ્રીતમ (૨)

જીવન મારા ધર્મ દુલારા,

સ્નેહ પુરવનો શ્રીજી સંભારો. પ્રીતમ (૩)

રઘુવીરજીને જળથી તાર્યા,

તેમજ આ સંકટમાંથી તારો. પ્રીતમ (૪)

નાજાભક્તને લીધા ઉગારી,

હે ! હરિ તેમ ગ્રહો કર મારો. પ્રીતમ (૫)

પંચાળીની પેઠે પધારી,

સુફળ કરો મારો જનમારો. પ્રીતમ (૬)

કાળ કસાઇ કેડે પડ્યો છે,

શ્રીપતિ તેહને સદ્ય સંહારો. પ્રીતમ (૭)

નાવના કાગ સમાન થયું છે,

અન્ય નથી ઉગર્યાં તણો આરો. પ્રીતમ (૮)

ગૌબ્રાહ્મણ પ્રતિપાળ તમે છો,

દુઃખ દારિદ્ર દયાળુ વિદારો. પ્રીતમ (૯)

ભગવતસુત કહે કર જોડી,

અલબેલા અરજી ઉર ધારો. પ્રીતમ (૧૦)

_____________________

મૂળ પદ

પ્રીતમ પ્યારા આવી પધારો, સ્નેહ ધરીને વિનતી સ્વીકારો.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી