જયદેવ જયદેવ, જય કપિ સુખકારી ૧/૧

પદ -૧૩૧ …………………૧/૧
શ્રી વરતાલવાસી
(શ્રી ભીડભંજન હનુમાનજીની આરતી)
 
જયદેવ જયદેવ, જય કપિ સુખકારી (૨)ભયહારી હિતકારી, દ્રઢ ધીરજ ધારી.  જયદેવ. (ટેક)
જય વરતાલવિલાસી, શુભમતિ સુખરાશી; (૨)પ્રગટ રૂપ ઉપાસી, સિદ્ધિ સકળ દાસી.  જયદેવ. (૧)
બુદ્ધિ પ્રબળ બહુ નિરમળ, બળવંત છો બંકા;(૨)હાક સુણી હનુમંતા, શત્રુ ધરે શંકા.  જયદેવ. (૨)
રામ તણા થઇ દૂત સીતા સુધ લીધી; (૨)લંકા બાળી દીધી, કપિ રક્ષા કીધી.  જયદેવ. (૩)
સુણી નામ તમારું, શત્રુ સુખ ત્યાગે; (૨)ભૂત પ્રેત બ્રહ્મરાક્ષસ, ભડકીને ભાગે.  જયદેવ. (૪)
ધર્મદેવને ઘેર, ભીડ સમય ભાળી (૨)કૃત્યાઓ કાળીને, પગથી પડતાળી.  જયદેવ. (૫)
ભગવત સુતના શામ, કપિ મળશો ક્યારે;(૨)ભીડભંજન ભવતારણ, ભીડ હરો ભારે.  જયદેવ. (૬)
 
ભીડભંજન= હનુમાનજી પ્રસાદીના છે. 

મૂળ પદ

જયદેવ જયદેવ, જય કપિ સુખકારી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી