માતને તાતને તુલ્ય તમે છો; સેવક બાળસમાન. ૧/૧

પદ- ૧૩૨ ………………..૧/૧

શ્રીજી મહારાજની પ્રાર્થના.

(રાગ ધનાશ્રી)

કૃપા કરો ભગવાન, ભક્તપતિ કૃપા કરો ભગવાન; (ટેક)

માતને તાતને તુલ્ય તમે છો;

સેવક બાળસમાન. ભક્તપતિ. (૧)

બાળકના ગુના સામું ન જોશો;

તમે છો કરુણાનિધાન. ભક્તપતિ. (૨)

બાળક હોય છે બાળક સરખું;

અલ્પમતિ નાદાન. ભક્તપતિ. (૩)

જનુનિ તેને જરૂર જાળવે;

ખૂબ આપે ખાનપાન. ભક્તપતિ. (૪)

અન્ય જો કોઇ બાળને દુભે;

તેનું કરે ખેદાન મેદાન. ભક્તપતિ. (૫)

કડવું ઔષધ માતાજી પાઇ;

થાવા ન દે હેરાન. ભક્તપતિ. (૬)

હરકત હરિને હરેક પ્રકારે;

ગુનનિધિ આપો છો જ્ઞાન. ભક્તપતિ. (૭)

ભગવતસુત સદા તવ સેવક;

ધરે તમારું નિત્ય ધ્યાન. ભક્તપતિ. (૮)

મૂળ પદ

માતને તાતને તુલ્ય તમે છો; સેવક બાળસમાન.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી