શ્રીબ્રહ્મપુર પર નાથ સ્વયં સદા છો, સાકાર મુક્તજનસેવિત સુખદા છો; ૧/૧

પદ -૧૩૩ ………………..૧/૧

(વસંતતિલકાવૃત)

શ્રીબ્રહ્મપુર પર નાથ સ્વયં સદા છો,

સાકાર મુક્તજનસેવિત સુખદા છો;

તે આપને જગત ઇશ્વર એક જાણી,

વંદુ નિરંતર પદાંબુજ પ્રેમ આણી. (૧)

હે દીનબંધુ ! જગદીશ્વર દિવ્યરૂપ,

આનંદકંદ અઘહારી તમે અનૂપ;

પ્રીતે સુમંગળ સ્વરૂપી સદા પ્રમાણી,

વંદુ નિરંતર પદાંબુજ પ્રેમ આણી. (૨)

હે ! ભાવ હે ! જગત મંગળ હે! મુરારી,

કારુણ્યકોશ કમલાપતિ કષ્ટહારી;

વૃંદાર્કવંદ્ય અરપો સુવિતર્કવાણી,

વંદુ નિરંતર પદાંબુજ પ્રેમ આણી. (૩)

શ્રીધર્મનંદન દયાલય દીનબંધો,

સંસાર સાગર સુધારન સુખ સિંધો;

વિઘ્નોવિદાર્ણ વિભુ વલ્લભતા વખાણી,

વંદુ નિરંતર પદાંબુજ પ્રેમ આણી. (૪)

મૂળ પદ

શ્રીબ્રહ્મપુર પર નાથ સ્વયં સદા છો, સાકાર મુક્તજનસેવિત સુખદા છો;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી