ગુણસાગર તીરથ અતિ ઉત્તમ, ગોમતીજી આજે; ૧/૧

પદ- ૧૩૮ ……………૧/૧
 
શ્રી ગોમતીજીના માહાત્મ્ય વિષે.
“પાટણના નૃપ નથી તુજ મહોલે” એ રાગ પ્રમાણે.
ગુણસાગર તીરથ અતિ ઉત્તમ, ગોમતીજી આજે;  ગુણ. (ટેક)
ઘણો ઉત્તમ છે એનો ઘાટ, પગથિયાંનો શોભે ઠીક ઠાઠ;માનસર જોઇ મનમાં લાજે.  ગુણ. (૧)
અતિ નિરમળ જળ છે એમાં, જગતપતિ નાહ્યાં બહુ જેમાં;કોટીજન ઉધારવા કાજે.  ગુણ. (૨)
દ્વારિકાથી અત્રે આવ્યાં, તીરથો સાથ ઘણાં લાવ્યાં;ભભકતી શોભાથી ભ્રાજે.  ગુણ. (૩)
સરસ્વતી રેવા ગંગાજી, જોઇ આ તીરથ થાય રાજી;દર્શને પાપ સહુ દાઝે.  ગુણ. (૪)
રઘુવીર સુત સુત બલિહારી, મગન મન મહિમા સંભારી;સર્વથી અધિકપણે રાજે.  ગુણ. (૫) 

મૂળ પદ

ગુણસાગર તીરથ અતિ ઉત્તમ, ગોમતીજી આજે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી