વિશ્વના પતિને નિત્ય વંદના કરું, ૧/૧

પદ- ૧૬૪……………………૧/૧

“જય શિયાજી ભૂમિપાળનો થજો” એ રાગ પ્રમાણે.

વિશ્વના પતિને નિત્ય વંદના કરું, વિશ્વનાં પતિ���ે. (ટેક)

ધર્મપુત્ર અતિપવિત્ર પ્રાણના પતિ;

ધા રી ને નિત્ય, ધ્યાનમાં ધરું. વિશ્વના પતિને. (૧)

સૃષ્ટિને રચે છે નિજ દ્રષ્ટિએ કરી,

કષ્ટ હરે સ્પષ્ટ હરિ ભક્તના હરિ;

તે શ્રીજીને હું અનુસરું. વિશ્વના પતિને. (૨)

તત્વ તણા તત્વને સમત્વતા ધરે,

શરણાગતની ઘણી મમત્વતા કરે;

તે સ્વામીથી આ, ભવાબ્ધિને તરું. વિશ્વના પતિને. (૩)

વિશ્વમાં વિહારી અવિકારી છો હરિ,

નારી નર ઉગારી લીધાં બહુ દયા કરીઃ

આ ણી ને પ્રેમ, વચન ઉચ્ચરું. વિશ્વના પતિને.(૪)

મૂળ પદ

વિશ્વના પતિને નિત્ય વંદના કરું,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી