આ અક્ષરના મુક્તનાં, નિર્મળ છે ષટ્નામ; ૧/૧

 પદ- ૧૬૫ ……………………..૧/૧

સદ્‌ગુરુની ષટ્નામાવળી.
(દોહરો)
આ અક્ષરના મુક્તનાં, નિર્મળ છે ષટ્નામ;
કરશે પાઠ પ્રભાતમાં, ટળશે દુઃખ તમામ.                    (૧)
(શાર્દુલવિકીડિત છંદ )
મુક્તાનંદ મુનીંદ્રને નિત્ય નમું, જે મુક્ત સર્વોપરિ,
જેણે કાવ્ય રસે કરી ઉર ધરી, હેતે રીઝાવ્યા હરિ;
વર્ણી વર્ય મુકુન્દજી તણી સદા, સેવા હરિને ગમે,
એવા અક્ષર મુક્ત મુજ ઉપરે , રાજી રહો સૌ સમે.       (૨)
વંદુ વ્યાપક આખ્યજી સદ‌્ગુરુ, ગોપાળ આનંદજી,
જેણે સ્નેહ ધરી સદા વશ કર્યા , શ્રી ધર્મના નંદજી;
જેના યોગ પ્રભાવથી નૃપવડા, નિર્માની થઇને નમે,
એવા અક્ષર મુક્ત મુજ ઉપરે , રાજી રહો સૌ સમે.       (૩)
કૃષ્ગ્ણાનંદ મુનિજી સુવ્રતમુનિ , સદગુણના જે નિધિ,
જ્ઞાની ધ્યાની તપસ્વી ને દૂર કરી, છે વાસનાઓ બધી;
તોયે શ્રીહરિને પ્રસન્ન કરવા, દેહેંદ્રિયોને દમે,
એવા અક્ષર મુક્ત મુજ ઉપરે , રાજી રહો સૌ સમે.       (૪)
(ભુજંગી)
મુનિ મુક્ત વર્ણી મુકુન્દા અનૂપ,
વળી વ્યાપકાનંદજીને સ્વરૂપ;
ગુણાતીતને શ્રેષ્ઠ ગોપાળસ્વામી,
નમું મુક્ત એ સર્વને શિશ નામી.
 

મૂળ પદ

આ અક્ષરના મુક્તનાં, નિર્મળ છે ષટ્‍નામ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી