થાય થાય રે કોણ સહાય આ વારે, ૧/૧

પદ ૧૬૭ …………………………૧/૧

શ્રી ભક્તિ માતાજીનો વિલાપ

(રાગ મરશિયાનો)

થાય થાય રે કોણ સહાય આ વારે,

મારા સુતને આ કૃત્યાઓ મારે રે; થાય. (ટેક)

કાળિદત્ત ઘણો છે જુઓ ક્રોધી,

બુદ્ધિ ઉંધી ને બડો વિરોધી;

તેણે કૃત્યાઓ મોકલી આ શોધીરે . થાય. (૧)

મારો બાળ કોમળ અતિ અંગે,

તેને કૃત્યાઓ મારશે ઉમંગે;

મારો ભવ બગાડ્યો ઉડધંગેરે . થાય. (૨)

જુઓ કૃત્યાઓ ઉંચી તાડ જેવી,

ભયંકર ભૂતડિયો તેવી;

મહા રાક્ષસિયો નહીં અન્ય એવી રે. થાય. (૪)

જેમ વત્સ વિનાની ઝૂરે ગાય,

મણી જાતાં ફણી પછાડ ખાય;

એમ ભક્તિમાતાજી અકળાયરે . થાય. (૫)

સુણી ભક્તિમાતાનો પોકાર,

ધર્મદેવ આવ્યા તેણી વાર;

સુત વિના થયા આતુર અપાર રે. થાય. (૬)

એવે સમે આવ્યા છે કપિ બંકા,

જેનું નામ સુણી શત્રુ ધરે શંકા;

જેણે જયના વગાડ્યાં છે ડંકા રે. થાય. (૭)

જઇને કપિએ કૃત્યાઓને કાઢી,

એનાં નાક કેશ લીધાં છે વાઢી;

લાવ્યા પ્રભુને આણીને પ્રીત ગાઢી રે . થાય. (૮)

વિશ્વવિહારીલાલજીને જોઇ ,

ભક્તિમાતા રહ્યાં છે મન મોહી;

લીધી બક્કીને દુઃખ નાંખ્યાં ખોઇ રે. થાય. (૯)

મૂળ પદ

થાય થાય રે કોણ સહાય આ વારે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી