અમર રહો મહારાજ અમરનાં કારજ સરવ કરો ૧/૧

 પદ – ૧૬૮ ……………………..૧/૧

શ્રી છપૈયાપુરમાં શ્રીજી મહારાજના જન્મ સમયે
સ્વર્ગમાં રહીને દેવતાઓએ આપેલો આશિર્વાદ.
“ સોન સમોવડ નથી નૃપ જગમાં” એ રાગ પ્રમાણે.
અમર રહો મહારાજ અમરનાં કારજ સરવ કરો અમર.            (ટેક)
રવિ શશી કરે પૂરણ પરકાશ,
જ્યાં સુધી અવની કાળ આકાશ;
શેષજી ધરા શિશપર ધરો. અમર.                                            (૧)
જ્યાં સુધી મેરુનું મંડાણ,
જ્યાં સુધી ઉગે પૂર્વમાં ભાણ;
ત્યાં સુધી હરકત કોટીક હરો. અમર.                                        (૨)
જ્યાં સિંધુ ધરે મરજાદ,
વસુધામાં વરસે વરસાદ;
ત્યાં સુધી કીર્તિ સ્થિર થઇ ઠરો. અમર.                                     (૩)
જ્યાં સુધી વિણા નારદ હાથ,
રમાજી રમે રમાપતિ સાથે;
ત્યાં સુધી સુખશાન્તિમાં ફરો. અમર.                                        (૪)
ધરણીપર પરમ ધરમ થાપો,
દાસને અચલ સુખ આપો;
પ્રબળ કળીકાળ આપથી ડરો. અમર.                                      (૫)
વિશ્વમાં વિશ્વવિહારીલાલ,
સમે સમે લ્યો જનની સંભાળ;
વિમલ નિત્ય વિજય વિજય વિસ્તરો. અમર.                            (૬)
 

મૂળ પદ

અમર રહો મહારાજ અમરનાં કારજ સરવ કરો

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી