સરવે સાધુજી સાંભળો સ્નહેથી. ૧/૧

પદ – ૧૭૦ ……………………૧/૧.

બ્રહ્મચર્યવ્રત પાળવા વિષે.

(પદ રાગ ધોળ)

“ સંત પારસ ચંદન બાવના.” એ રાગ પ્રમાણે.

સરવે સાધુજી સાંભળો સ્નહેથી.

સર્વોપરિ સત્સંગ ગણાય; શિયળ સાચું પાળિયે.

શ્રીજી સર્વોપરિ ઇષ્ટ આપણા.

તેની પૂર્ણ પ્રસન્નતા પમાય. શિયળ સાચુ પાળિયે. (ટેક)

દુઃખ જાય જાણે ઘણા દિનનુ.

જેમ રવિ ઉગે અંધકારઃ શિયળ.

ટળે આપત્તિકાળ અતિ ઘણો,

વધે સજ્જનમાં સત્કાર. શિયળ. (૧)

નારી માત્ર નક્કી જાણો નાગણી,

‘ખરે ખીજી રીઝી તેતો ખાય; શિયળ.

ચઢે વિષ તેનું અંગોઅંગમાં,

જેથી જીવને જોખમ થાય. શિયળ. (૨)

માટૅ એથી રહો સહુ વેગળા,

એજ ઉગરવાનો ઉપાય; શિયળ.

કદી ઉન્મત્ત થઇને સેવન કરે,

ખરી રીતે ખત્તા તેતો ખાય. શિયળ. (૩)

જેને હોય શ્રીજીને રીઝવવા,

તેંતો વરતો વચનને પ્રમાણઃ શિયળ.

શ્રીજી રક્ષા કરે તેની સર્વદા,

થઇ રહીયે પ્રભુના વેચાણ. શિયળ (૪)

ભગવતસુત કહે સંત સર્વને,

રૂડો અવસર જાણીને આજઃ શિયળ

થાય પૂર્ણ મનોરથ શિયળથી,

સદા રીઝે શ્રીજી મહારાજ. શિયળ. (૫)

મૂળ પદ

સરવે સાધુજી સાંભળો સ્નહેથી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી