સખી ચૈતરે ચતુર સુજાણ, પભુએ પરહર્યાં; ૧/૧

પદ- ૧૭૧ …………………..

શ્રીકૃષ્ણનારાયણના વિયોગ વિષે બારમાસ

(પદ રાગ વેરાડી)

“ સખી કારતક માસે કંથ, પીયુ ગયા પરહરિ;” એ રાગ પ્રમાણે.

સખી ચૈતરે ચતુર સુજાણ, પભુએ પરહર્યાં;

પીયુ તજી ગયા પરદેશ, રોતાં અમને કર્યાં. (ટેક)

સખી વૈશાખે વિરહ વ્યાકુળ, પોકારે કામનીઃ

સખી અંતરે દુઃખ ઉભરાય, વેરણ થઇ જામની. (૧)

સખી જેષ્ઠ માસે જગદીશ, વિના ઝૂરતી રહું;

સખી આ દુઃખડાની વાત, કેને જઇને કહું. (૨)

સખી અષાડે આવી આકાશ, ઘટા ઘનની ચઢી;

ઘનશામ વિના સખી આજ, સુની પડી સેજડી. (૩)

સખી શ્રાવણ માસે સર્વ, પૂજે જઇ શિવને;

સખી જદુપતિ વિના જરૂર, ઝાઝું દુ;ખ જીવને. (૪)

સખી ભાદરવે ભરપૂર , સરિતા જળની ભરી;

સખી કૃષ્ણે કઠણ થઇ છેક, કંગાલ મુને કરી. (૫)

સખી આસોએ ચંદ્ર આકાશ, પૂરણ કિરણ થયો;

મારો બાળ સનેહી નાથ, વિદેશે વસી રહ્યો. (૬)

સખી કારતક માસે કૃષ્ણ , મેલી મથુરાં ગયા;

સખી નિરદય નંદકુમાર, દિલ્લેથી તજી દયા. (૭)

સખી માગશર મહિના માંય, મળું ક્યાંથી માવને;

કરું હૈડાની પૂરણ હામ, ભેટું ધરી ભાવને. (૮)

સખી પોશ માસે પડે ટાઢ , હિમાળો હળહળે;

સખી પાસે નહીં સુખધામ, તેથી પિંડ પરજળે. (૯)

સખી માઘ માસે સુવસંત, વધાવે સાહેલડી;

સખી મારી ભાગી ભવમાંય, બળવંતની બેલડી. (૧૦)

સખી ફાગણ ફૂલ્યો અપાર, ફૂલી વનવેલિયો;

સખી હું કરમાણી નાર, સંદેશો ન મેલિયો. (૧૧)

સખી અધિક માસે અધિક, ઉરે આનંદજી;

મળીયા ભગવતસુતના શામ, શ્રીવૃજચંદજી. (૧૨)

મૂળ પદ

સખી ચૈતરે ચતુર સુજાણ, પભુએ પરહર્યાં;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી