સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;૧/૪

પદ- ૧૭૨ …………………૧/૪

સિદ્ધાનંદસ્વામીને શ્રીજીના હેત વિષે.

(પદ રાગ વેરાડી)

“ સખી કારતક માસે કંથ. પીયુ ગયા પરહરિ; “ એ રાગ

સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;

જેનું સ્વામી સિદ્ધાનંદ નામ, વા'લા ભગવંતના. (ટેક)

જેણે શ્રીજીને મલવા કષ્ટ, સહ્યાં અતિ તનમાં;

જેને બાંધ્યો નહીં ક્યાંરે સ્નેહ , સમજીને સ્વજનમાં (૧)

જ્યારે હતા પોતાને ઘેર, વિચાર ઉરે થયો;

ભાવે ભેટ્યા નહીં ભગવાન, જનમ એળે ગયો. (૨)

એમ અતિશે થઇ ઉદાસ, ગયા શિવમંદિરે;

કરવા કમલ પૂજા અભિષેક , વિચારે અંતરે. (૩)

થૈ આકાશવાણી એમ , તજીશ નહીં તનને;

તને મળશે પ્રગટ મહારાજ, કરજે જઇ ભજનને. (૪)

પછી આવિયા સંઘો પટેલ, પાછા નિજ પુરમાં,

મળિયા ભગવતસુતના શામ, પ્રભુ ગઢપુરમાં. (૫)

મૂળ પદ

સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી