સ્વામી સિદ્ધાનંદ સુખધામ, થયા સંત શ્રીજીના;૨/૪

પદ-૧૭૩ …………………૨/૪

સ્વામી સિદ્ધાનંદ સુખધામ, થયા સંત શ્રીજીના;

તજ્યા અવગુણ તનથી તમામ, જુઠી જગબાજીના. (ટેક)

દ્રઢ બાંધ્યો શ્રી હરિમાં સ્નેહ, બીજુ કાંઇ નવ ગમે;

હરિના ચરણકમળમાં મન. ભ્રમર પેરે ભમે. (૧)

એક સમે શ્રીજી વરતાલ માંય, સમૈયો કરવા રહ્યા;

મૂક્યા સ્વામીને વરતાલ માંય, પ્રભુ ગઢપુર ગયા. (૨)

જેણે ક્ષણ પણ નવ વેઠાય , વિયોગ વા'લા તણો;

તેને ઓચિંતો અતિશે અંગ, વિજોગ પડ્યો ઘણો. (૩)

ચાલે આંસુ ચોધારાં આંખ, ભરાઇ આવી છાતડી;

થાતા શ્રીજી તણો વિજોગ, વિપતડી વધી પડી. (૪)

થઇ અતિશે શોકાતુર , મુખે એમ ઉચ્ચરે;

ક્યારે ભગવતસુતના શામ, આવી આ પીડા હરે. (૫)

મૂળ પદ

સ્નેહે વંદીને શ્રીઘનશામ, ગાઉં ગુણ સંતના;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી