જાણજે જગત જુઠું રે, જંજાળી જીવ; જાણજે . ૧/૧

પદ- ૧૭૯ ……………………૧/૧
(પદ રાગ પરજ)
“સગુ તારું કોણ સાચુંરે , સંસારિયામાઃ “ એ રાગ પ્રમાણે.
“વર્યા મેં તો વનમાળી રે શિરને સાટે -- એ રાગ પ્રમાણે.
 
જાણજે જગત જુઠું રે, જંજાળી જીવ;  જાણજે . (ટેક)
મોટા મહીપતિ થયા, ગુણવંતા પણ ગયા;
અચલ આંહી નહીં રહ્યા રે, જંજાળી જીવ,  જાણજે (૧)
કાયાની માયા છે કુડી, તેને તું માને છે રૂડી;
ગાંઠની ગુમાવી મૂડી રે , જંજાળી જીવ.  જાણજે (૨)
સંસારીના સુખ કેવાં, ઝાંઝવાના જળ જેવા;
ઇચ્છે તું અધિક એવાં રે , જંજાળી જીવ.  જાણજે (૩)
પાણી પર પરપોટા , ખરી રીતે જેવા ખોટા;
એવા મનસુબા મોટારે , જંજાળી જીવ.  જાણજે (૪)
તૃષ્ણા નદીમાં તણાતા, હતા મોટા મદમાતા;
ગયા ઘણા ગોથા ખાતારે , જંજાળી જીવ.  જાણજે (૫)
જુઠો દેહ જુઠો ગેહ, જુઠો સગાનો સનેહ;
સાચો તું માને છે તેહ રે, જંજાળી જીવ.  જાણજે (૬)
ઝાઝા કે દિવસ ટુંકે , મૃત્યુ નહીં કેને મૂકે;
વેળા પણ નહીં ચૂકે રે, જંજાળી જીવ.  જાણજે (૭)
મેલી ધન માલ મેડી, હાલી ગઇ તારી હેડી;
ગયા જમદૂત તેડી રે, જંજાળી જીવ.  જાણજે (૮)
વાદળીની છાયા કેવી, જોતા જોતા જાય જેવી;
તનની આયુષ્ય તેવી રે, જંજાળી જીવ.  જાણજે (૯)
મમતામાં રહ્યો મા'લી, જમડા લઇ જશે ઝાલી;
ઠાલે હાથે જઇશ ખાલી રે, જંજાળી જીવ.  જાણજે (૧૦)
જીવ જ્યારે ઉડી જાશે, કાયાના શા હાલ થાશે;
બહુ કાષ્ટમાં બળાશે રે. જંજાળી જીવ.  જાણજે (૧૧)
જગના પતિને જાણી, ભાવે તું ભજી લે પ્રાણી;
સુતો કેમ સોડ તાણી રે. જંજાળી જીવ.  જાણજે (૧૨)
ભગવતસુત સાચું કહે છે, દયા આણી શીખ દે છે;
અમૃતને તૂલ્ય એ છે રે. જંજાળી જીવ.  જાણજે (૧૩)
 
હેડી= બરોબર વયના. 

મૂળ પદ

ડડા ડહાપણ ધર દિલમાં, થઇ આ જગથી ઉદાસજી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી