સખી રે આજ આનંદ વધામણા, ૧/૨

પદ – ૧૮૧ ……………………૧/૨

શ્રીજી મહારાજના જન્મ સમયના વધામણાનું ધોળ.

“ભમરા પહેલો વધાવો મારે આવિયો” એ રાગ પ્રમાણે.

સખી રે આજ આનંદ વધામણા,

ધર્મને ઘેર પ્રગટ્યા કુમાર ; અક્ષરપતિ આવિયા. (ટેક)

જેને નિગમ નેતિ નેતિ કહે,

જેના મહિમાનો વાર ન પાર. અક્ષર પતિ. (૧)

ધન્ય ભાગ્ય ધરમદેવ આ સમે,

ફળ્યા પૂર્વના પુણ્ય અપાર; અક્ષર પતિ.

માતા ભક્તિને પણ ધન્ય ધન્ય છે;

જેના પુત્ર અખિલ આધાર. અક્ષર પતિ. (૨)

આજ વિક્રમ વર્ષ અઢારસો,

વળી સાડત્રિશાની શુભ સાલ; અક્ષર પતિ.

રૂડો રામનવમીનો દિન આજનો,

શોભે ઋતુ વસંત રસાળ. અક્ષર પતિ. (૩)

યોગ કર્ણને વૃશ્ચિક લગ્ન છે,

પુષ્પ નક્ષત્ર ને સોમવાર. અક્ષર પતિ.

દશ ઘડી રૂડી જાતાં જામની,

થયા પ્રગટ શ્રીભક્તિકુમાર. અક્ષર પતિ. (૪)

વ્યોમે દેવ વજાડે છે દુંદુભી,

નાચે અપ્સરાઓ લઇ તાન. અક્ષર પતિ.

પુષ્પવૃષ્ટિ કરે પૂરા પ્રેમથી;

ગાય ગાંધર્વ હરિગુણ ગાન. અક્ષર પતિ. (૫)

આપે આશિષો ઘણી ઋષિશ્વરો,

આણી અંતરમાં ઘણુ વહાલઃ અક્ષર પતિ.

ઘણુ જીવો ઘણુ સુખ ભોગવો,

વા'લા વિશ્વવિહારીજી લાલ. અક્ષર પતિ. (૬)

મૂળ પદ

સખી રે આજ આનંદ વધામણા,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી