વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;૧/૪

ઉત્સવામૃત

પદ – ૧૮૪ …………………..૧/૪

આચાર્યેંદ્ર શ્રીરઘુવીરજી મહારાજના જન્મોત્સવના પદ.

(રાગ આશાવરી) ચોસર.

વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;

શ્રીરઘુવીરજી આચારજનો, જન્મ કહું સુખકારી હો

વંદુ પ્રગટ. (ટેક)

સંવત અષ્ટાદશ અડસઠમાં, શિશિર ઋતુ શ્રીકાર હોઃ

ફાલ્ગુન કૃષ્ણપક્ષની પુનિત , પંચમી મંગળવાર હો.

વંદુ પ્રગટ. (૧)

શોભિત કોશળ દેશ અયોધ્યા, પાસે આમ્લકી ગ્રામ હો;

ત્યાં વસે પાંડેદ્વિજ સરવરિયા, ઇચ્છારામજી નામ હો.

વંદુ પ્રગટ. (૨)

પત્ની તેના વિમળ વરિયાળી, સતિ શિરોમણી સારહો;

તેથી લીધો શ્રીરઘુવીરજીએ, અવનીમાં અવતાર હો.

વંદુ પ્રગટ. (૩)

વિશ્વવિહારીલાલજી કેરી, પામશે ગાદી પુનિતહો;

એમ જાણી આકાશમાં ઉભા, અમર મળી અગણિતહો.

વંદુ પ્રગટ. (૪)

…………………………………………………………..

આમ્લકી= આમલિયા ગામ.

મૂળ પદ

વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી