શ્રીરઘુવીરજી આચારજનો, જન્મ મહોત્સવ જાણી હો;૨/૪

પદ- ૧૮૫ …………………….૨/૪

શ્રીરઘુવીરજી આચારજનો, જન્મ મહોત્સવ જાણી હો;

દેવ વગાડે દુંદુભી વાજાં, આનંદ તનમન આણી હો.

શ્રીરઘુવીરજી. (ટેક)

નાચે નભમાં સુરનારીકા, ગાંધર્વ મળી ગુણ ગાય હો;

પુષ્પતણી વૃષ્ટિ સૃષ્ટિમાં, જોઇને જન હરખાય હો.

શ્રીરઘુવીરજી. (૧)

શીતળ મંદ સુગંધ ભરેલો, વાય ત્રિવિધ સમીરહો;

ચૌદ ભુવનમાં મંગલ વર્ત્યું, જન્મ્યા ગોપાળજી વીરહો.

શ્રીરઘુવીરજી. (૨)

ધૂમ્રરહિત થયા હોમના અગ્નિ, દિવસ અલૌકિક ધારી હો;

કાષ્ટ અને ધૃતહોમ કર્યા વિન, જ્વાળા વિમળ વધારી હો

શ્રીરઘુવીરજી. (૩)

સજ્જ્નનાં મન થયાં સંતોષિત, અધર્મી પામ્યા ઉત્પાત હોઃ

વિશ્વવિહારીલાલને વહાલા, એ સુત વિશ્વવિખ્યાત હો.

શ્રીરઘુવીરજી. (૪)

મૂળ પદ

વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી