પાંડે ઇચ્છારામજીને ઘેર, આજ આનંદ વધાઇ હો;૩/૪

પદ- ૧૮૬ ……………………૩/૪

પાંડે ઇચ્છારામજીને ઘેર, આજ આનંદ વધાઇ હો;

માનુની પુરની ગાય મળીને, મંગલ ગીત હરખાઇ હો.

પાંડે ઇચ્છા રામજી. (ટેક)

વાજાં વાગે છત્રીશ રાગે ઢોલ ભેરી શરણાઇ હો;

માતપિતાનએ વિપ્ર સરવને , દાન દીધાં મુદ પાઇ હો.

પાંડે ઇચ્છા રામજી. (૧)

નામ ધર્યું સુંદર રઘુવીરજી, દ્વિજે કરી સંસ્કાર હો;

માતપિતા નિત્ય લાડ લડાવે, ઝૂલાવે કરી પ્યાર હો.

પાંડે ઇચ્છા રામજી. (૨)

શુક્લ પક્ષનો ચંદ્ર વધે જેમ, બાળ વધે નિત્ય તેમ હો;

રામચંદ્ર સમ ગુણ નિરખીને, સહુને ઉપજે પ્રેમ હો

પાંડે ઇચ્છા રામજી. (૩)

પામી પિતા પાસે શુભ ઉપવીત, શીખ્યા વેદ પુરાણ હો;

વિશ્વવિહારીલાલને વહાલા , લાગ્યા ચતુર સુજાણહો.

પાંડે ઇચ્છા રામજી. (૪)

મૂળ પદ

વંદુ પ્રગટ પ્રભુ પુરુષોત્તમ , અક્ષરપતિ અવતારી હો;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી