આજ મહોત્સવ ગણપતિજીનો, આનંદ ઉત્સવ થાય હો; ૧/૧

આજ મહોત્સવ ગણપતિજીનો, આનંદ ઉત્સવ થાય હો;
ઉમિયાજીના પુત્ર અનૂપમ, પ્રેમ સહિત પુજાય હો.                  (ટેક)
ભાદ્ર શુકલ ચતુર્થી તણો દિન, વિશ્વમાં મંગળકારી હો;
વ્રત કરી પૂજે વિઘ્નવિનાશક, નિયમ ધરી નરનારી હો.           આજ. (૧)
આસન પાદ્ય અર્ઘ્ય આપીને, પંચામૃતે નવરાવે હો;
શુદ્ધોદકથી સ્નાન કરાવી, વિવિધ વસ્ત્ર ધરાવે હો.                    આજ. (૨)
ચંદન ચરચી હાર પહેરાવે, પૂજે અક્ષતથી પ્રીતે હો;
ધૂપ દીપ નૈવેદ્ય ધરીને, જળ પાયે શુભ રીતે હો.                     આજ. (૩)
પૂજે ગણપતિને પરમાણે, સિદ્ધિ બુદ્ધિ બેઉ નારી હો;
લાભ લક્ષમાં લક્ષ ધરીને, પૂજે પ્રેમ વધારી હો.                      આજ. (૪)
આરતી કરીને સ્તવન ઉચ્ચારે, પ્રેમે પ્રદક્ષિણા થાય હો;
દંડવત કરતા દુક્રિત નાશે, મોટો છે મહિમાય હો.                   આજ. (૫)
મંગળ કરે અમંગળનું, છે એની એવી ટેવ હો;
અવળાનું સવળું કરી આપે , એવો દુંદળ દેવ હો.                   આજ. (૬)
રઘુવીરસુત સુત કહે છે જે નર, ગજમુખ સન્મુખ થાશે હો;
પગરણમાં પૂજા કરવાથી, વિઘન વિમુખ જણાશે હો.              આજ. (૭) 

મૂળ પદ

આજ મહોત્સવ ગણપતિજીનો, આનંદ ઉત્સવ થાય હો;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0