જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા; (ગણપતિજીની આરતી) ૧/૧

જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા;
	વિઘ્ન વિનાયક મૂર્તિ, સુખદાયક સારા...જય૦ ટેક.
જય જય શંભુકુમાર, શોક સદા હરતા;
	દેવ વિશેષ વિચક્ષણ, રક્ષણના કર્તા...જય૦ ૧
ગૌરી પુત્ર ગણેશ, વંદું કર જોડી;
	સ્મરણ કરે છે તેનાં, દુ:ખ નાંખો તોડી...જય૦ ૨
લચપચતા લાડુનું, ભોજન બહુ ભાવે;
	આપ બિરાજો છો ત્યાં, સંકટ નવ આવે...જય૦ ૩
સિદ્ધિ બુદ્ધિ બેઉ, શુભ પત્ની સંગે;
	શુભ કામે વિચરો છો, અતિશય ઉછરંગે...જય૦ ૪
સુરનર મુનિવર સર્વે, સેવે છે તમને;
	મંગલકારી મૂર્તિ, આપો સુખ અમને...જય૦ ૫
જય સંકટ હર સુખકર, અરજી ઉર ધરજો;
	શરણાગત સેવકનો, અભ્યુદય કરજો...જય૦ ૬
 

મૂળ પદ

જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio & Video
1
3