વંદુ ઉદ્ધવ પંથ ધામ, દેવને સંભારી;૧/૩

પદ ૧૯૧ ……………………..૧/૩

ઉદ્ધવપંથનાં સર્વધામના મુખ્ય દેવનું સ્મરણ

(રાગ કલ્યાણ)

“ નટવર નંદલાલ રૂપ દેખીકે લોભાની, ” “ દેખીકે લોભાની

રંગ છેલડો ગુમાની ; નટવર. “ એ રાગ પ્રમાણે.

વંદુ ઉદ્ધવ પંથ ધામ, દેવને સંભારી;

દેવને સંભારી , નાખું તન મન ધન વારી. વંદુ ઉદ્ધવ. (ટેક)

પ્રથમ વંદુ મુખ્ય ધામ, વૃત્તાલય જેનું નામ;

લક્ષ્મીપતિ મુખ્ય દેવ, વિશ્વ મંગળકારી. વંદુ ઉદ્ધવ. (૧)

ભુવન કોટી તણા ભૂપ , શ્રીહરિકૃષ્ણજી અનૂપ;

ધર્મભક્તિ વાસુદેવ, વૃંદાવનવિહારી. વંદુ ઉદ્ધવ. (૨)

રાજે શ્રી રણછોડરાય, જોઇ જોઇ આનંદ થાય;

દર્શનથી પાપ જાય, એવા એ અધહારી. વંદુ ઉદ્ધવ. (૩)

વંદુ ધામ દુરગપૂર , ધારુ ગોપીનાથ ઉર;

રાધાજી સાથે જરૂર , સુંદર સુખકારી. વંદુ ઉદ્ધવ. (૪)

જીર્ણનગર કરું સેવ , રાજે રાધારમણ દેવ;

માણાવદર બાલમુકુંદ છબી છટા ભારી. વંદુ ઉદ્ધવ. (૫)

ઉનામાં શોભે અનૂપ , શ્રીહરિકૃષ્ણજી સ્વરૂપ;

કોટી ભુવન ભૂપ જેહ, અધિક ઉપકારી. વંદુ ઉદ્ધવ. (૬)

ગોંડલમાં સુખધામ, ધર્મભક્તિ ઘનશ્યામ;

ધોલેરામાં મદનમોહન, મનોહર મોરારી. વંદુ ઉદ્ધવ. (૭)

શ્રીહરિકૃષ્ણજી દયાળ , રાજે સ્તંભપુર રસાળ;

વટપુરે શ્રીપતિ છબી , વિશ્વથકી ન્યારી. વંદુ ઉદ્ધવ. (૮)

હલધર હરિકૃષ્ણ નામ , રાજે ભૃગુપુર ધામ;

ધર્મભક્તિ રેવતીજી, ઓપે આનંદકારી. વંદુ ઉદ્ધવ. (૯)

નારાયણમુનિ આપ, સુરત વિષે નિષ્પાપ;

મુંબઇમાં ગુણવંત , ગૌલોકવિહારી. વંદુ ઉદ્ધવ. (૧૦)

શ્રીપતિ બુરાનપુર , હરિકૃષ્ણજી હજુર;

વિશ્વમાં પ્રતાપ જેનો, વિમળ વિજયકારી. વંદુ ઉદ્ધવ. (૧૧)

ઉત્તમ સહુ ધામ એહ , પાઠ કરે પ્રાણી જેહ;

તેના ઉપર રીઝે સદા; વિશ્વના વિહારી. વંદુ ઉદ્ધવ. (૧૨)

____________________________________________

લક્ષ્મીપતિ= લક્ષ્મીનારાયણ દેવ, જીર્ણનગર= જુનાગઢ.

મૂળ પદ

વંદુ ઉદ્ધવ પંથ ધામ, દેવને સંભારી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી