શ્રીનગર રાજે સદા, શ્રીનરવીર.૨/૩

પદ- ૧૯૨ …………………….૨/૩

(રાગ કલ્યાણ)

“મેરો મન હર લીનો રાજા રણછોડ”

આસપાસ રતનાગર સાગર, ગોમતી કરત કીલોલ.” એ રાગપ્રમાણે.

શ્રીનગર રાજે સદા, શ્રીનરવીર. શ્રીનગર. (ટેક)

ભુજ વિષે નરવીર વિરાજે; સુંદર શામ શરીર.

શ્રીનગર. (૧)

માંડવીમાં રાધાકૃષ્ણ જુગલ છબી, જોતા જન રહે સ્થિર.

શ્રીનગર. (૨)

મૂળીમાં શ્રીકૃષ્ણરાધાજી ; હરિકૃષ્ણ હરે પીર.

શ્રીનગર. (૩)

કૃષ્ણરાધાજી રાજે કરાચી; ધર્મતનુજ મહાવીર.

શ્રીનગર. (૪)

ચરાડવે રાધાધવ શ્રીજી, આપે સુખ અચીર.

શ્રીનગર. (૫)

કૃષ્ણ અને બળદેવ જેતલપૂર; રેવતી રાજે રુચીર.

શ્રીનગર. (૬)

ધર્મદેવ ભક્તિસિદ્ધપુરમાં, નિજ સુત ગુનગંભીર.

શ્રીનગર. (૭)

વિશ્વવિહારીલાલને સ્મરતાં; અંતર ટળે તિમિર.

શ્રીનગર. (૮)

મૂળ પદ

વંદુ ઉદ્ધવ પંથ ધામ, દેવને સંભારી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી