વારે વારે વંદુ હું તો, પ્રગટનાં ધામ.૩/૩

પદ ૧૯૩ …………………….૩/૩

“મેરો મન હર લીનો રાજા રણછોડ”

આસપાસ રતનાગર સાગર, ગોમતી કરત કીલોલ.” એ રાગપ્રમાણે

વારે વારે વંદુ હું તો, પ્રગટનાં ધામ. વારેવારે. (ટેક)

શારદ શેશ જેનું જાણે ન હારદ; તે મળ્યા પૂરનકામ.

વારેવારે. (૧)

છપૈયામાં રાજે કુંજવિહારી; રાધાજીને ઘનશામ.

વારેવારે. (૨)

ઇડરમાં હરિકૃષ્ણ વિરાજે, શ્રીગોપીનાથ સુખધામ.

વારેવારે (૩)

ધર્મભક્તિ હરિકૃષ્ણ પરાંતીજ, જે જન મન આરામ.

વારેવારે (૪)

શ્રીહરિકૃષ્ણ વંદુ માણસામાં; રાધાકૃષ્ણ શુભનામ.

વારેવારે (૫)

ધોળકામાં જોઇ મોરલી મનોહર;પ્રેમથી કરું પ્રણામ

વારેવારે (૬)

આ સૌ દેવના ધામ સંભારી; ગાશે જે હરિગુણગ્રામ.

વારેવારે (૭)

વિશ્વવિહારીલાલજી તેનાં; હરશે દુઃખ તમામ.

વારેવારે (૮)

મૂળ પદ

વંદુ ઉદ્ધવ પંથ ધામ, દેવને સંભારી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી