આરતી ધર્મકિશોરકી કીજે; ભાવથી લા’વ અલૌકિક લીજે. ૧/૧

 પદ ૧૯૪ ……………………….૧/૧

ઉત્સવની આરતી.
(રાગ સિંહાનો કનડો)
આરતી ધર્મકિશોરકી કીજે;
ભાવથી લા'વ અલૌકિક લીજે.     આરતી. (ટેક)
કંચન થાળી કપૂરની વાટી;
ઓવાળુ રસિયાજી રીઝે.              આરતી. (૧)
ધૂપ દીપ નૈવેદ્ય પ્રભુને;
દિલ ઉત્સાહ ધરીને દીજે.            આરતી. (૨)
પ્રાર્થના પ્રદક્ષિણા કરીએ;
દંડવતથી સહુ દુઃખ દળિજે.        આરતી. (૩)
નખશિખ મૂરતિ નિરખી હરખી;
પ્રભુથી પ્રેમ સુધારસ પીજે.           આરતી. (૪)
દશ અવતાર તણા અવતારી;
તેની ચરણ રજ શિશ ધરીજે.       આરતી. (૫)
અક્ષરધામી પ્રભુ બહુનામી;
તેના દાસના દાસ બનીજે .          આરતી. (૬)
લક્ષ્મીવર રાધાવર શ્રીજી;
વિમળ ભાવ સહિત વરીજે.          આરતી. (૭)
વિશ્વવિહારીલાલજી અમને;
દુઃખહારી દર્શન નિત્ય દીજે.         આરતી. (૮)

 

મૂળ પદ

આરતી ધર્મકિશોરકી કીજે; ભાવથી લા’વ અલૌકિક લીજે.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી