સુણતા હરિગુણ ગાન, હરિજનનું મન હરખે, ૧/૧

પદ – ૧૯૭ ……………૧/૧

પ્રેમી હરિજનનું ઇશ્વરભક્તિમાં

કેવુ ચિત્ત રહે છે તે વિષે.

(છપય છંદ)

સુણતા હરિગુણ ગાન, હરિજનનું મન હરખે,

ભૂલે શરીરનું ભાન, હૃદયમાં નાથને નિરખે;

રોમરાજી ખડી થાય, ગિરા ગદ ગદ બની જાય,

મિથ્યા ભૌતિક પિંડ, અને બ્રહ્માંડ જણાય;

તદાકાર હરિમાં બને, પ્રેમ મગનમાંહિ સદા,

ધન્ય ધન્ય એવા હરિ ભક્તને, ધન્ય જનની એવા પુત્રદા. (૧)

સુણ્યું સાચું તેહ, સ્વપ્નમાં પણ નહીં વિસરે,

નિરખ્યુ નક્કી તેહ, હૃદયથી કદી ન નિસરે;

ચાખ્યો સાચો સ્વાદ, અન્ય પર પ્રીતિ ન લાગે,

અનુભવ્યું એ સત્ય, અવર પર ભ્રાંત ન જાગે;

તેમ હરિજન હરિરસમાં સદા, ભલી રીતે ભીંજાય છે.

પછે કોટી કષ્ટ પડવા થકી, ભણ્યુ નહીં ભૂલાય છે. (૨)

__________________________________________

રાજી= પંક્તિ , ગિરા = વાણી, ધન્ય જનની= એવા પ્રભુભક્ત

યુક્ત પુત્રને જન્મ દેનાર માતુશ્રીને પણ ધન્ય છે.

મૂળ પદ

સુણતા હરિગુણ ગાન, હરિજનનું મન હરખે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી