નમી નમી પ્રભુને બહુ વાર રે; બોલ્યા રામપ્રતાપજી બંધુ.૧/૩

પદ – ૧૯૯ …………………..૧/૩

શ્રીવરતાલધામના મહાત્મવિષે.

(રાગ જંગલો ઠુમરી)

“જાઓ જાઓ છબીલા છેલ રે, મોરી રસિયા ગેલ ન રોકો”

એ રાગ પ્રમાણે.

નમી નમી પ્રભુને બહુ વાર રે;

બોલ્યા રામપ્રતાપજી બંધુ. નમી નમી. (ટેક)

આપ સ્વધામ બિરાજશો જ્યારે;

કેનો અમારે આધારે રે. બોલ્યા. (૧)

કૃષ્ણ રૂપે થઇ કર્યો કૃપાલુ;

જાદવ કુળ સંહાર રે. બોલ્યા. (૨)

દાસને સુખ દેવા સદા રહ્યા નહીં;

ધર્યા અનેક અવતાર રે. બોલ્યા. (૩)

આ સમે પણ આપ એવું ધારો છોઃ

અમે પછી નિરાધાર રે. બોલ્યા. (૪)

અન્ય સમે આશ્રિત થોડા હશે;

આ સમે અપરંપાર રે. બોલ્યા. (૫)

આપ વિજોગે પ્રાણને તજશું

કરી કરીને પોકાર રે. બોલ્યા. (૬)

અક્ષરપતિ સ્વયં છો અવતારી;

ધીમંત ધર્મકુમાર રે. બોલ્યા (૭)

નિર્દય થાવું એમ નાથ ઘટે નહીં;

તેમ છો જગદાધાર રે. બોલ્યા. (૮)

ભગવતસુત કહે બંધુ વચન સુણી;

બોલ્યા પ્રભુ ધરી પ્યાર રે. બોલ્યા. (૯)

મૂળ પદ

નમી નમી પ્રભુને બહુ વાર રે; બોલ્યા રામપ્રતાપજી બંધુ.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી