બોલ્યા બોલ્યા શ્રીજી મહારાજ રે;૨/૩

પદ- ૨૦૦ ……………………૨/૩

(રાગ ઉપર પ્રમાણે)

બોલ્યા બોલ્યા શ્રીજી મહારાજ રે;

સુણો રામપ્રતાપજી ભાઇ. બોલ્યા. (ટેક)

અંતર દુઃખ તમે જરી ન ધરશો;

ઉત્તમ કહું વાત આજ રે. સુણો. (૧)

સત્સંગમાં સદા કાળ વસું છું;

કરવા જનનાં કાજ રે. સુણો. (૨)

દેવ આચાર્ય ને સંત વિષે છું;

શાસ્ત્ર વિષે તો સદા જ રે. સુણો. (૩)

પણ એક વાત કહું તે વિચારો;

જેમાં છે સુખનો સમાજ રે. સુણો. (૪)

વરતાલમાં હરિકૃષ્ણ એ મારું,

દિવ્ય સ્વરૂપ હરે દાઝરે. સુણો. (૫)

તેનુ દર્શન બે સમૈયે તો કરજો;

પૂરીશ કોડ ઘણાજ રે. સુણો. (૬)

વૃત્તપુરી મારું અક્ષર પુર છે;

જાણો હે ગુણ જહાજ રે ! સુણો. (૭)

ભગવતસુત કહે શ્રીજી વચન તે;

શિરે ધર્યુ શિરતાજ રે. સુણો. (૮)

મૂળ પદ

નમી નમી પ્રભુને બહુ વાર રે; બોલ્યા રામપ્રતાપજી બંધુ.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી