સજ્જન સાંભળો સ્નેહથી, સતશાસ્ત્રનો સાર; ૧/૧

પદ- ૨૧૩……………………….૧/૧

હિંસા નિષેધ વિષે

(રાગ રામગ્રી)

“ભૂલી ભમે છે ભામની” એ રાગ પ્રમાણે.

સજ્જન સાંભળો સ્નેહથી, સતશાસ્ત્રનો સાર;

ધર્મ અહિંસા સર્વોપરિ, કરે વેદ ઉચ્ચાર. સજ્જન (૧)

મન કર્મ વચન વડે કરી, દ્રોહ પ્રાણીનો થાય;

એનું હિંસા એવું નામછે, મહામુનિવર ગાય. સજ્જન (૨)

જુઓ આ સૃષ્ટિ રૂડી રચી, જુજવા જીવને દેહ;

ઇશ્વરદત્ત સુખે કરી, માને આનંદ તેહ. સજ્જન (૩)

તેમાં વિઘન જન જે કરે, આપી પ્રાણીને દુઃખ;

એ અપરાધી પ્રભુ તણો, મહામુઢ વિમુખ. સજ્જન (૪)

જેવી રીતે નિજ અંગમાં થાય કષ્ટ અપાર;

તેમજ અન્ય પ્રાણી વિષે, કરવો શુદ્ધ વિચાર. સજ્જન (૫)

પોતપોતાના શરીરને, જાળવો સદા જેમ;

ભગવત સુત સાચું કહે, ઇચ્છો સર્વનું ક્ષેમ. સજ્જન (૬)

મૂળ પદ

સજ્જન સાંભળો સ્નેહથી, સતશાસ્ત્રનો સાર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી