અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય; ૧/૧

 પદ- ૨૧૬ …………………….૧/૧.

સર્વોપરી શ્રીહરિની સ્મ્રુતિ વિષે.
(દોહરો)
અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;
જો સુખમય હરિ સાંભરે, જરૂર દુઃખ દૂર જાય.                          (૧)
(હરિગીત છંદ)
આ સમય ઉત્તમ જાણીને, કર સ્મરણ શ્રીઘનશામને,
કીજે સુકર્મ સદા વિશેષે, હમેશ ધરી શુભ હામને;
રચનાર આ સંસાર તેને, શીશ નમાવો હરઘડી,
તક જાય તું પસ્તાય માટે, વાત લે જીવમાં જડી.                     (૨)
નરદેહ પામી ટાળ ખામી, નંદનંદન સ્મરણમાં,
કૌતુક મેલી સમજ દિલ છે, અદલ સુખ પ્રભુ ચર્ણમાં;
સ્તુતિપાઠ પૂજન જાપ જીભથી , જગતપતિનો જો કરે,
ભવમાં જશે ભય, બનીશ નિર્ભય, તુરત ભવસાગર તરે.           (૩)
મારી શિખામણ કરીશ ધારન, કઠણ તજી કુટિલાઇને,
લીધાં સરવ સુખતો ખરે તેં, ચતુર ધરી ચતુરાઇને;
કાયા પડે આવી નડે જો, મલીનતા મનમાં રહે,
તેથી હરિ સ્મૃતિ શીખ કહી છે, સર્વ દુક્રિતને દહે.                      (૪)
 

મૂળ પદ

અંતકાળ વેળા કઠણ , કષ્ટ કોટીધા થાય;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી