નારાયણ બાગ ભલો શોભે ભારે; ૧/૧

પદ -૨૧૯ ………………………૧/૧

જેને રુસ્તમ બાગ કહે છે, તે પ્રગટ શ્રીભક્તિ

ધર્મના પુત્ર શ્રીજી મહારાજના સંબંધથી

નારાયણ બાગ નામે પ્રસિદ્ધ થયો.

(રાગ ધન્યાશ્રી)

“નાથ કેસે ગજકો બંધ છોડાયો” એ રાગ પ્રમાણે.

નારાયણ બાગ ભલો શોભે ભારે;

નિર્મળ તાપી નદીને કિનારે. નારાયણ. (ટેક)

અરદેસરને પાઘ આપી પ્રભુ, સુરત પધાર્યા જ્યારે;

એ બાગમાં ઉતર્યા સંત સાથે, ત્રિભુવનપતિ ત્યારે.

નારાયણ (૧)

પંગત કરીને સંત જમાડ્યા, સ્નેહ ધરીને વધારે;

પ્રેમી હરિજને પૂજ્યા હરિને, હેમના ચંદન હાંરે.

નારાયણ (૨)

હિંડોળામાં હરિને ઝૂલાવ્યા, વિનતી કરી વારેવારે;

લાખો હરિજન મળીને નિરખે, ભીડ બની બેસુમારે.

નારાયણ (૩)

એવું પ્રસાદીનુ સ્થાન અલૌકિક, જે જન ધ્યાનમાં ધારે;

જન્મમરણનું સંકટ મોટું, કષ્ટ કરે નહીં ક્યારે.

નારાયણ (૪)

ભૂતળમાં બીજા બાગ ભલે હશે, વિવિધ વૃક્ષની હાંરે;

આ બાગ તૂલ્ય બને નહીં એતો, વિવેકી એમ વિચારે.

નારાયણ (૫)

પરમેશ્વરની પદરજ અંકિત, સ્નેહથી જે સંભારે;

વિશ્વવિહારીલાલજી તેને, ભવજળ પાર ઉતારે.

નારાયણ (૬)

મૂળ પદ

નારાયણ બાગ ભલો શોભે ભારે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી