નિરખ્યા શ્રીનંદલાલ, કૃપાનિધી; નિરખ્યા ૨/૨

પદ- ૨૨૩ ……………………૨/૨

શ્રીકૃષ્ણનારાયણ વિષે.

નિરખ્યા શ્રીનંદલાલ, કૃપાનિધી; નિરખ્યા૦

કરે ખાંતિલો નૌતમ ખ્યાલ, કૃપાનિધી . (ટેક)

બંસી બજાવે, ધેનુ ચરાવે, વ્રજવાસીને વા'લો રીઝાવે,

નેણને વેણમાં જાદુ જણાવે, ભાવિકને મન મૂરતિ ભાવે,

લે'રિ ઘણાં ઘણાં લાડ લડાવે, કરે નિરખી નાથ નિહાલ;

હાંહાંરે કરે નિરખી નાથ નિહાલ. કૃપાનિધી. (૧)

આનંદકારી વિશ્વવિહારી, જોઇ જોઇ જીવે વ્રજની નારી,

અન્ય થકી જેણે પ્રીત ઉતારી, ધાર્યા ધણી શિર દેવ મોરારી,

ગજગણિકા જે પ્રભુયે ઉધારી, એવા ગોવિંદ બાલ ગોપાલ;

હાંહાંરે એવા ગોવિંદ બાલ ગોપાલ. કૃપાનિધી. (૨)

મૂળ પદ

મુંબઇમાં મહારાજ નિરખ્યા, મુંબઇમાં મહારાજ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી