રસિયોજી રાય આંગણે બેઠા કોમળ દાતણ કરવાને ૨/૪

રસિયોજી રાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને;
	મખમલની ગાદી બહુમૂલી, પાટ ઉપર પાથરવાને	...રસિયો૦ ૧
આછું જળ જમુનાનું આણ્યું, કંચન ઝારી ભરવાને;
	સોના કેરું પાલું લાવ્યા, સુંદર આગે ધરવાને	...રસિયો૦ ૨
દાસ મળ્યા સહુ દર્શન કારણ, જગને પાર ઊતરવાને;
	દાતણ કરતા હરિને નીરખ્યા, તે નાવે ભવ ફરવાને	...રસિયો૦ ૩
મુખમંજન કીધું મનમોહન, હરિજનનાં મન હરવાને;
	બ્રહ્માનંદનો વહાલો ઊઠયા, સ્નાનવિધિ અનુસરવાને	...રસિયો૦ ૪
 

મૂળ પદ

પ્રાત થયું મનમોહન પ્યારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
પ્રભાતી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0