હવે મારા વાલાને નહિ રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે તે નિત્ય સંભારું રે ૧/૨


હવે મારા વાલાને નહિ રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે તે નિત્ય સંભારું રે	-૧
પડયું મારે સહજાનંદજી શું પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે	-૨
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે, એ વર નહિ મળે ખરચે નાણું રે	-૩
એ વર ભાગ્ય વિના નવ ભાવે રે, એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે	-૪
દુરિજન મન રે માને તેમ કહેજો રે, સ્વામી મારા હૃદયની ભીતર રહેજો રે	-૫
હવે હું તો પૂરણ પદવીને પામી રે, મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી રે	-૬
 

મૂળ પદ

હવે મારા વાલાને નહિ રે વિસારું રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
નિત્ય નિયમ
Studio
Audio
0
0