આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે૧/૧

પદરાગ ધોળ –
આજ આનંદ મારા ઉરમાંમળી મને મહામોંઘી વાતરે ।
કોટી કષ્ટ કરે હરિ નવ મળેતે તો મને મળીયા સાક્ષાત રે;                   આજ૦ ।।૧।।
રમાડયા જમાડયા રૂડી રીતશુંમળ્યા વળી વારમવારરે ।
હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાંતે તો કે'તાં આવે કેમ પાર રે;                  આજ૦।।૨।।
અન્ન જળ ફળ ફૂલ પાનનીઆપી એવી પ્રસાદી અનૂપ રે ।
ચરણની છાપ દીધી છાતિયેઆપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ રે;                   આજ૦ ।।૩।।
આગળ ભગત અનેક થયાસહ્યાં તેણે શરીરે બહુ દુઃખ રે ।
તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિપામ્યા પણ ના'વ્યાં આવાં સુખરે;              આજ૦ ।।૪।।
કોઇકને આપી અમરાવતીકોઇકને પુર કૈલાસ રે ।
કોઇકને સત્યલોક સોંપિયુંકોઇકને વૈકુંઠે વાસ રે;                                  આજ૦ ।।૫।।
જુજવાં એ ધામ આપ્યાં જનનેજોઇ નિષ્કામ સકામ રે ।
આજ તો અઢળક ઢળ્યા હરિઆપ્યું સહુને અક્ષરધામ રે;                     આજ૦ ।।૬।।
સુખ સુખ સુખ જ્યાં સુખ ઘણુંતે તો મુખે કે'તાં ન કહેવાય રે ।
નિષ્કુલાનંદ એ આનંદમાંહરખી હરખી ગુણગાય રે;                            આજ૦ ।।૭।।
 

 

 
 

મૂળ પદ

આજ આનંદ મારા ઉરમાં, મળી મને મહામોંઘી વાતરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
1
0