સ્વામિનારાયણ સત્ય છો રે, પ્રગટ થયા પરબ્રહ્મ રે, પુરુષોત્તમ ૪/૪

સ્વામિનારાયણ સત્ય છો રે, પ્રગટ થયા પરબ્રહ્મ રે;
			પુરુષોત્તમ, અક્ષરપતિ અલબેલડા રે...ટેક.
કૌશલ દેશથી આવિયા રે, આંહી રહ્યા પૂરણકામ રે...પુ૦ ૧
સહજાનંદજી હું તમ વિના રે, ઘેલી ફરું ઘરમાંય રે...પુ૦ ૨
મુજને સંભાળજો શ્યામળા રે, રહેજો મારા ઉરમાંય રે...પુ૦ ૩
તમ વિના મારા નાથજી રે, કોઈનો નહિ મારે ભાર રે...પુ૦ ૪
બ્રહ્માનંદના શામળા રે, મેલો મા ઘડી દૂર રે...પુ૦ ૫
 

મૂળ પદ

શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલું પણ દૂર રે, કેસરિયા

મળતા રાગ

મેવાડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0