ધન્ય ધન્ય તે વડતાલ ધામને, મારે વ્હાલે કર્યો ત્યાં વિશ્રામ૧/૧

 ધન્ય ધન્ય તે વડતાલધામને રે, મારે વાલે કીધો વિશ્રામ;
	સ્વામી નીરખીને મહાસુખ પામીએ...ટેક.
હરિને પાયે પિયાજળ મોજડી, હરિને રેશમિયો રૂમાલ-સ્વામી૦ ૧
	હરિને જરકશી જામો શોભતો, હરિને સોનેરી સુરવાળ-સ્વામી૦ ૨
હરિને માથે મેવાળું રે મોળિયું, હરિને ખંભે ખંભાતી ખેસ-સ્વામી૦ ૩
	હરિને પોંચી કડાં રે શોભતાં, હરિને દશે આંગળીએ વેઢ-સ્વામી૦ ૪
હરિને કેડે કટારો રે વાંકડો, હરિને ખંભે ઢળકતી ઢાલ-સ્વામી૦ ૫
હરિને બાંયે બાજુબંધ બેરખા, હરિને કંઠે એકાવન હાર-સ્વામી૦ ૬
બ્રહ્માનંદના સ્વામીને વિનવું, વાલા ઉતારો ભવજળ પાર-સ્વામી૦ ૭ 
 

મૂળ પદ

ધન્ય ધન્ય તે વડતાલ ધામને, મારે વ્હાલે કર્યો ત્યાં વિશ્રામ

મળતા રાગ

સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

પરંપરાગત (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
4
0