બાજોઠ કનક તણે આવી બેઠા નીર ગરમ હરિ નહાવાને ૩/૪

બાજોઠ કનકતણે આવી બેઠા, નીર ગરમ હરિ ના’વાને;
	શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભીંજાવાને	...બાજોઠ૦ ૧
અત્તર તેલ ફુલેલ અનુપમ, મર્દન કરવા માવાને;
	અંગ ચોળે ઢોળે જળ ઉપર, રસિયોજી રિઝાવાને	...બાજોઠ૦ ૨
સ્નાન કરી ઊઠયા શામળિયો, પ્રેમીજન લલચાવાને;
	લલિત નવીન તૈયાર કરી લાવ્યા, પીતાંબર પહેરાવાને	...બાજોઠ૦ ૩
રત્નજડિત શુભ પાટ મનોહર, ગાદી નવલ બિછાવાને;
	બ્રહ્માનંદના નાથને આવ્યા, ભોજન કાજ બોલાવાને	...બાજોઠ૦ ૪
 

મૂળ પદ

પ્રાત થયું મનમોહન પ્યારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
પ્રભાતી
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0