ગ્વાલ બાલ લાલ, જમે મદનગોપાલ લાલ૧/૧

ગ્વાલ બાલ લાલ, જમે મદન ગોપાલ લાલ;
	સોને કા થાળ, ઇસ્મેં જમે શ્રીમહારાજ	...ગ્વાલ બાલજી ટેક.
હરિ કે આગે આયે ભક્તિ માત, સખિયા લઈ આયે સાથ,
કરતી આયે ઉસ્મેં બાત, ઉસકી આયર કી જાત,
ચંપા મોગરી કો તેલ, (ઔર) કસ્તુરી ધુપેલ,
		મર્દન કરે ગોપી-ગોવાળ	...જમે મદન૦ ૧
હરિ કે જમના જલ હું લાઈ, તાંબા કુંડીમેં ઠલવાઈ,
બાજોઠ પર બેસાઈ, દેખો લાલકી સફાઈ,
એક ગોપી લાઈ ટોપી, હીરા સાંકળી અંબોટી,
		ઓઢી કસુંબલ શાલ		...જમે મદન૦ ૨
હરિ કે પ્રથમ મેવા લીયે સાર, પપનસ બડે બડે દો ચાર,
શેતૂ૨ જાંબુ હે ગુલદાર, કેળાં સફરજન અનાર,
ચણીયે બોર લંબી બોર, નહિ નઈ લાઈ હે અખોડ,
		ઇસ્કી લાલ હે છાલ		...જમે મદન૦ ૩
હરિ કે સાફ કરકે હે બદામ, ખારેક મીઠી હે તમામ,
પિસ્તા હલવા હે ઘનશ્યામ, અમૃત આફુસી હે આમ,
નારંગી દોરંગી, ભોયંગી લંબી ચંબી,
		ખટી મીઠી ઠંડી દ્રાક્ષ	...જમે મદન૦ ૪
હરિ કે લડુ મગદળ કા હે સારા, હલવા ખુરમા ખૂબીવાળા,
સાટા જલેબી હે ન્યારા, બુંદી છૂટી લ્યોને પ્યારા,
લ્યો લ્યો બડે તાજે, ગુન ગુન આપ ઇસ્મેં ગાજે,
		ઇસ્કુ જુદે કરો હો લાલ	...જમે મદન૦ ૫
હરિ કે શીરો પૂરી ને દૂધપાક, બદામ ચારોલી હે દ્રાક્ષ,
ઉપર સકરબૂરા સાફ, લાલ ઇસ્મેં સે તું ચાખ,
સુંદર જાવંત્રી જાયફળ, (ઔર) કસ્તુરી કેસર,
		શીખંડ બાસુંદી કા થાળ	...જમે મદન૦ ૬
હરિ કે લડુ ચુરમેકા ખૂબ, બનાઈ ભણજ હુબાહુબ,
લાઈ બરજથી મેસુબ, બાટી ઘીમાં ડૂબા ડૂબ,
રખે માવે કો ગુલગુલા, ઠોર રૂડે માલપુડે,
		બડે બડે હે ફાફડે, આગળ તળેલી હે દાળ...જમે૦ ૭
હરિ કે ભોજન ભાત ભાત કે ભાણે, ઇસ્મેં રખિયે એલચી દાણે,
બરફી ખાઓ ગીરધર શાણે, ભોજન ભાત ભાત કે ભાણે,
લડુ સેવૈયા મોતૈયા, શક્કર ઘેબર કા કદૈયા,
		ગુંદરપાક કો રસાલ		...જમે મદન૦ ૮
હરિ કે રોટી જીરાસાઈ ભાત, સુંદર તરકારી હે જાત,
ભીંડા વાલોળ વૈતાક, સુરણ ગીસોડે કા શાક,
કડી વડી ઝાઝી લાઈ ભાજી, તરકર મૂળા ગલકારી હે તાજી,
		ઇસ્મેં અચ્છી રીતે ડાલ	...જમે મદન૦ ૯
હરિ કે ચટણી આંબલી કી બનાઈ, કોથ ફૂંદીસે મિલવાઈ,
લીલે મરચે કી તીખાઈ, આરસ પથ્થરસે કુટવાઈ,
કોથમરી લીલે ધાણે, ધ્રુજે મરી કેરે દાણે,
		અંદર મીઠે જીરે ડાલ		...જમે મદન૦ ૧૦
હરિ કે લીંબુ આદુ સારે, કુદકેલકે અસારે,
લીલે મરચે તીખે ભારે, સ્વાદ ગરમર કા હે ન્યારે,
દહીં છાસ હે મોરી, માખણ ઓર કચોરી,
		મોળે સાટે પુરણપોળી, દૂધ ઘી થીણે મેં માલ...જમે૦ ૧૧
હરિ કે લાઈ ભર સોને કી ઝારી, પાણી પીજે ગીરધારી,
પાન લવિંગ સોપારી, અંદર એલચી હે ન્યારી,
કાથા ચુના હે પુરણ, ભાત ભાત કા ચૂરણ,
		મુખડા હો જાયેગા લાલ	...જમે મદન૦ ૧૨
હરિ કે થાળ પ્રેમાનંદજી ગાવે, ઇસકો પાર કોઈ ન પાવે,
પ્રસાદી કી કરેલ આશ, લાલા રખલે તેરી પાસ,
જાણે પહોંચ્યા અક્ષરધામ, લીજીએ સહજાનંદ કો નામ,
		મુક્તાનંદજી કા થાળ		...જમે મદન૦ ૧૩
 

મૂળ પદ

ગ્વાલ બાલ લાલ, જમે મદનગોપાલ લાલ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


જમે મદન ગોપાલ
Studio
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0